પ્રાથમિક શાળાઓ અને અન્ય તમામ પ્રકારના શૈક્ષણિક સંકુલોમાં, શાળાઓને જેન્ડર રિસ્પોન્સ શાળા બનાવવા માટે જેન્ડર બાયક મુક્ત વાતાવરણ તૈયાર કરવું અને તે પ્રકારની કામગીરીને જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ દ્વારા પ્રદર્શિત કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 માટે તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ભૌતિક વાતાવરણ વ્યવહાર અને અન્ય વાતાવરણમાં જેન્ડર બાયર મુક્ત વાતાવરણ થાય તે હેતુસર શાળાના શિક્ષકો જેન્ડર ઓડિટ મુજબની માર્ગદર્શક સૂચનાઓને અનુસરે અને તે પ્રમાણે શાળા કક્ષાએથી માર્ગદર્શિકા અનુસાર જેન્ડર ઓડિટ ચેક લિસ્ટ તૈયાર કરે અને આ ચેક લિસ્ટની એક નકલ શાળાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે તે પ્રક્રિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનુસરવાની રહે છે.
જેન્ડર ઓડિટ શું છે ?
જેન્ડર ઓડિટ નો મુખ્ય હેતુ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી વચ્ચે કોઈપણ પ્રકારના જાતીય, સામાજિક, શૈક્ષણિક કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ ઉત્પન્ન ન થાય તે અંગેનું વાતાવરણ નિર્માણ કરવાનું છે. અને તેમ કરવું એ કોઈ પણ શૈક્ષણિક સંકુલ ની જવાબદારી બને છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે સ્કૂલોમાં જાતીય ભેદભાવ ના થાય તે પ્રમાણે નું આયોજન થાય તે માટે સ્કૂલોએ પોતાનુ એસેએસમેન્ટ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ભેદભાવનુ વાતાવરણ હોય તો તે દૂર કરવુ પડશે.
Read Also : મહાવીર સ્વામીનું જીવન અને ઉપદેશો – નિબંધ
જેન્ડર ઓડિટ સૂચનાઓ
સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને નીચે મુજબની સૂચનાઓ અનુસરવી.
૧. જેન્ડર બાયસ મુક્ત શાળાનું વાતાવરણ થાય તે માટે સદર માર્ગદર્શક સૂચનાઓનું અને પરિપત્રનું
શાળાના આચાર્યશ્રી ઘ્વારા તમામ શિક્ષકો વચ્ચે મુખ વાંચન કરવું.
૨. પરિપત્રના મુખ વાંચન બાદ પોતાની શાળામાં જાતિય સંવેદનશીલતા ઉભી કરવા ખુટતી બાબતો પરત્વે શું કરી શકાય ? તેની ચર્ચા અને આગામી આયોજન કરવું.
૩. જેન્ડર ઓડિટ ચેકલીસ્ટને શાળામાં ડિસપ્લે કરવું.
૪. વર્ષની શરૂઆતમાં ચેકલીસ્ટના ૨૮ મુદ્દા પરત્વે શાળાનું જેન્ડર ઓડિટ કરવું તથા બીજા સત્રમાં શરૂઆતમાં ફરીવાર આગળાના સત્રની કામગીરીના અનુકાર્ય માટે જેન્ડર ઓડિટ કરવું. આમ વર્ષમાં બે વાર શાળા ધ્વારા આ કામગીરી કરવાની રહેશે.
જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ – માર્ગદર્શક સુચનાઓ – પરિપત્ર
જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટે આટલું કરીએ….
- શાળામાં વર્ગખંડ, વર્ગવ્યવહાર, શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા, ભૌતિક સુવિધા, પ્રાયોગિક કાર્ય, રમત-ગમત, કમ્પ્યુટર, શૌચાલય, મધ્યાહન ભોજન, શાળાક્રિય પ્રવૃત્તિઓ દરમ્યાન કુમાર અને કન્યાઓ માટે જેન્ડર બાયસ મુકત વાતાવરણ છે કે કેમ ? તે તપાસવા અંગેની તપાસ યાદી (ચેકલીસ્ટ) – માર્ગદર્શક સૂચનાઓ.
- અમારો સંકલ્પ- શાળા પરિવાર : “મારી શાળામાં નીચેની બાબતો છે કે કેમ ? તે ચકાસણી કરી ખૂટતી બાબતની પૂર્તતા કરવા પ્રયાસ કરીશ”
- સફાઈ- મધ્યાહન ભોજન કામગીરી વહેંચણીના કુમાર અને કન્યાઓ વચ્ચે સમાનતા – જેવી કે, વર્ગખંડ, મેદાન, બારી-બારણા, માટલા સફાઈ, પીરસવા માટે રોટેશન, જૂથ, મિશ્રજૂથ, સમિતિની રચના કરી બંનેને સમાન તક અને કાર્યભાર વહેંચણી કરવી.
- પ્રાર્થના સભા: પ્રાર્થના સભામાં કન્યાઓ અને કુમારોની બેઠક વ્યવસ્થા ધોરણ/વર્ગ/રોલ નંબર રોટેશન મુજબ વૈગિંક પૂર્વગ્રહ મુકત ગોઠવવી.
- સાધનો- વાજિંત્રો વગાડવા અને ગાયકીમાં કુમાર અને કન્યાને સમાન તક આપવી. ઉ.દા. ધો.-૫ ના ૧ થી ૬ રોલનંબર મુજબ લેવા. તમામ કુમાર અને કન્યાને સમાન તક મળે તેવા આયોજન ગોઠવવા સાધન-વાજિંત્રો વગાડવામાં વારાફરતી કુમાર – કન્યાને બંનેને સમાન તક મળે તેવું આયોજન કરવું.
- Useful : શાળા વિકાસ યોજના pdf
સીઆરસી કો. ઓ. અને બીઆરસી કો. ઓ. માટે સુચનાઓ :
૧. જેન્ડર ઓડિટ ચેકલીસ્ટના મુદ્દાઓ મુજબ શાળામાં અમલીકરણ થાય છે કે કેમ ? તે અંગે સીઆરસી કો. ઓ. અને બીઆરસી કો. ઓ. તેમની શાળા મુલાકાત દરમિયાન ચેક કરે અને જરૂરી જણાયે તે શાળાને સૂચના આપે.
૨. સદર બાબત શાળાના ઓનલાઈન મોનિટરીંગમાં સમાવિષ્ટ હોઈ, તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવે છે.
૩. સીઆરસી કો. ઓ. તેમની કલસ્ટરની શાળાના આચાર્યોની બેઠક/મિટીંગમાં “જેન્ડર ઓડિટ” ચેકલીસ્ટના અમલીકરણ પહેલા અને ત્યારબાદ નિયમિતપણે જેન્ડર બાયસ મુક્ત વાતાવરણ અને જાતિગત સંવેદનશીલતા ઉભી થાય તે માટે ફોલોઅપ કરે તે માટે જિલ્લા કક્ષાથી જણાવવામાં આવે. તેમજ “જેન્ડર ઓડિટ” ચેકલીસ્ટનું ફોલોઅપ કરવા જણાવવામાં આવે છે.
૪. બીઆરસી કો. ઓ. તેમના સીઆરસી કો. ઓ. ની બેઠક/મિટીંગમાં પણ સદર બાબતે ફોલોઅપ કરવા જણાવવામાં આવે છે.