Join Whatsapp Group

[ NEW ] પરિણામ પત્રક – Parinam Patrak 2024 – 25 Excel, PDF

પરિણામ પત્રક એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રગતિનો એક જરૂરી દસ્તાવેજ છે. દરેક ધોરણ અને વિષય માટે પરિણામ પત્રક એટલે કે પ્રગતિ પત્રક બનાવવું એ ફરજિયાત પ્રક્રિયા છે. અને વર્ષોથી આ પ્રક્રિયા શરૂ છે. શરૂમાં આપણે સરકાર દ્વારા મળેલા કોરા પત્રકોમાં લખીને પરિણામ પત્રક બનાવતા હતા. તેમાં ઘણો સમય વ્યતીત થતો અને ભૂલો થવાની પણ સંભાવના રહેતી. પણ હવે એ જમાનો નથી. આ ડિજિટલ યુગમાં આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને વ્યવસ્થિત રીતે પરિણામ પત્રક બનાવી શકીએ છીએ. અને તેના માટે આપણને ઘણાએ નમૂના ઓનલાઇન મળી રહેતા હોય છે.

પરિણામ પત્રક

જો તમે પહેલેથી એક્સલ ફાઇલમાં પરિણામ પત્રક બનાવતા હો તો આપની પાસે એ તૈયાર એક્સલ ફાઇલ પહેલેથી જ હશે. પરંતુ હવે આ વર્ષે તેમાં કેટલાક ફેરફારો થયા છે. કેટલાક ધોરણમાં વિષયો પણ બદલાયા છે. તો હવે તમારે વર્ષ 2024-25 માટે નવી પરિણામ પત્રક ફાઈલ બનાવવાની જરૂર ઊભી થઈ હશે, તે માટે અહીં આપને ધોરણ ત્રણ થી આઠ માટેની લેટેસ્ટ પરિણામ પત્રક એક્સલ ફાઇલ આપી રહ્યા છીએ.

અહીં તમને પ્રથમ સેમેસ્ટર અને બીજા સેમેસ્ટર એટલે કે સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના કમ્બાઇન પરિણામ પત્રકો મળી રહે છે.

Download : Patrak A Excel File And PDF 

પરિણામ પત્રકની વિશેષતાઓ : સૂચનાઓ

  • આ વર્ષે થયેલ પરિપત્ર મુજબ ધોરણ 3,4 માં અંગ્રેજી વિષય ઉમેરેલ છે, તથા ધોરણ 5 અને ધોરણ 8 વર્ગ બઢતી અથવા નાપાસ પરિપત્ર મુજબ અપડેટ કરેલ છે. તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ બનાવી છે.
  • ફાઈલમાં સત્ર ૧ અને સત્ર ૨ નું પરિણામ બનાવી શકાશે. ફક્ત સત્ર ૧ આધારે પરિણામ જોવા માટે પત્રક C માં બાળકોના નામના કોલમની ઉપર આપેલ પીળા રંગના કોલમમાં “સત્રાંત” વિકલ્પ સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકન ને આધારે પરિણામ બનશે.
  • આ જ ફાઈલ માં પત્રક C માં “વાર્ષિક” વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.
  • ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.
  • ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.
  • શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે. જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ “વર્ગ બઢતી” અથવા “નાપાસ” લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે.
  • દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે,
  • ગુણ પત્રક (Marksheet) આપની અનુકુળતા મુજબ ગુણ સાથે કે ગુણ વગર પ્રિન્ટ કરી શકાશે.
  • ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.
  • તમારી પાસે પત્રક B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉ થી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.
  • ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત ડેટા ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.
  • Read Also : School Development Plan 

આ ફાઈલ બનાવી આપનાર Sisodiya Pradipkumar .P.(Asst. Teacher) Gabat Pri. Schoolનો ખુબ ખુબ આભાર.

Parinam Patrak 2024 – 25 ( NEW )

Note: જયારે ઉપલબ્ધ થશે ત્યારે PDF પરિણામ પત્રકો પણ મુકવામાં આવશે.

STD / Class Excel File Download Link PDF File Download Link
STD 3Download
STD 4Download
STD 5Download
STD 6Download
STD 7Download
STD 8Download

કોઈપણ ધોરણના ઉપરોક્ત પરિણામ પત્રક નો ઉપયોગ કરો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે આ પત્રકો માત્ર કોમ્પ્યુટર કે લેપટોપમાં જ ઓપન કરવા, નહિતર તેના ફોર્મેટમાં ફેરફાર થઈ જવાનો સંભવ છે. અથવા ફાઈલ ક્રેક પણ થઈ શકે છે. આ ઉપરાંત કોઈ ભૂલ તમે નજરે જણાય તો કોન્ટેક્ટ કરશો. આપણે તેને સુધારવાનો પ્રયાસ કરીશું.