Join Whatsapp Group

GSEB Exam Time Table 2025 – બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ

GSEB Exam Time Table 2025: ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એચએસસી એટલે કે ધોરણ 12 અને એસએસસી એટલે કે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા નું સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ આવી ગયેલ છે. તે મુજબ પરીક્ષાની શરૂઆત તારીખ 27/ 2 /2025 થી શરૂ થશે અને તારીખ 13/ 3 / 2025 સુધી યોજાશે.

GSEB Exam Time Table 2025 pdf

આ સમયગાળા દરમિયાન યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની આ પરીક્ષા રહેશે.

ધોરણ 10 ના એટલે કે એસએસસીના વિદ્યાર્થીઓની પરીક્ષા નો સમય સવારના 10:00 કલાકે થી 1:15 સુધીનો રહેશે. જ્યારે, સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમય સાંજે 3.00 થી 6.15 સુધીનો રહેશે. તેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટેના વિષયો નો સમય સવારે 10:30 થી 2:15 સુધીનો રહેશે.

સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વ્યવસાયલક્ષી પ્રવાહ નો કાર્યક્રમ નો સમય 3.00 થી 6.15 સુધીનો રહેશે. તેમની પરીક્ષા પણ 27/ 2/2025 ને ગુરુવારથી શરૂ કરીને તારીખ 10/3/2025 સોમવાર સુધી રહેશે.

વ્યવસાયલક્ષી – વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષા કાર્યક્રમ

વિજ્ઞાન માટે GSEB HSC ટાઈમ ટેબલ 2024

વિદ્યાર્થીઓ નીચે આપેલા કોષ્ટકમાંથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓની તારીખો ચકાસી શકે છે:

GSEB Exam Time Table 2025 – બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ

તારીખવિષયપરીક્ષાનો સમય
27 ફેબ્રુઆરી, 2025ભૌતિકશાસ્ત્ર3 થી 6:30 PM
1 માર્ચ, 2025રસાયણશાસ્ત્ર3 થી 6:30 PM
3 માર્ચ, 2025જીવવિજ્ઞાન3 થી 6:30 PM
5 માર્ચ, 2025ગણિત3 થી 6:30 PM
7 માર્ચ, 2025અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (બીજી ભાષા)3 થી 6:30 PM
10 માર્ચ, 2025ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, તમિલ, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી
કમ્પ્યુટર શિક્ષણ
3 થી 6:30 PM
3 થી 5:15 PM

સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી માધ્યમનો પરીક્ષા કાર્યક્રમ

આર્ટસ અને કોમર્સ માટે GSEB HSC ટાઈમ ટેબલ 2024

board exam date 2025

વિદ્યાર્થીઓ નીચે આપેલા ટેબલ પર સામાન્ય પ્રવાહો માટે GSEB HSC ટાઈમ ટેબલ 2024 નો સંદર્ભ લઈ શકે છે:

પરીક્ષા તારીખપરીક્ષાનો સમય અને વિષય (10:30 am – 1:45 pm)પરીક્ષાનો સમય અને વિષય (3:00 pm – 6:15 pm)
27 ફેબ્રુઆરી, 2025સહકાર પંચાયતઅર્થશાસ્ત્ર
28 ફેબ્રુઆરી, 2025કૃષિ શિક્ષણ, ગૃહ વિજ્ઞાન, કાપડ વિજ્ઞાન, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વનીકરણ અને વનસ્પતિ વિજ્ઞાનતત્વજ્ઞાન
1 માર્ચ, 2025બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
3 માર્ચ, 2025મનોવિજ્ઞાન
4 માર્ચ, 2025ઈતિહાસનમનમ muḷa તત્વ
5 માર્ચ, 2025સમાજશાસ્ત્ર
6 માર્ચ, 2025ગુજરાતી (બીજી ભાષા) / અંગ્રેજી (બીજી ભાષા)
7 માર્ચ, 2025ભૂગોળઆંકડા
8 માર્ચ, 2025પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
10 માર્ચ, 2025હિન્દી (બીજી ભાષા)
માર્ચ 11, 2025પોલિટિકલ સાયન્સસચિવાલય વ્યવહાર અને વાણિજ્ય કોમ્પ્યુટર પરિચય
12 માર્ચ, 2025સામાજિક વિજ્ઞાનડ્રોઇંગ (સૈદ્ધાંતિક), ડ્રોઇંગ (પ્રેક્ટિકલ), હેલ્થકેર, રિટેલ, બ્યુટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, પર્યટન અને હોસ્પિટાલિટી, મ્યુઝિક થિયરી
13 માર્ચ, 2025સંસ્કૃત/ફારસી/અરબી/ પ્રાકૃત

GSEB ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ

સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

(1) પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

(2) પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની
કરવી નહીં.

Read Also : Talati Syllabus 2022 Gujarat pdf Download

(3) પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.

(4) પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

(5) પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ
વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોવ તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત
જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

6) સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

(7) વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ ( સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને તા. 31-01-2025 સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

(8) સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.

(9) તમામ પ્રવાહોના કમ્પ્યૂટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.

(10) *ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે.

11) **ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યુટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3-00 થી 5-15 નો રહેશે.

(12) ***ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઈલ (403), બ્યુટી એન્ડ વેલનેસ (405), એગ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ (411), ઓટોમોટિવ (413), ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 11-45 નો રહેશે.
(13) દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે.

GSEB HSC Time Table 2025 Highlights

GSEB HSC Time Table 2025 will be released on the official website of the GSEB 12th Board . Below are some of the important highlights related to the GSEB HSC Date Sheet 2025:

Name of the ExamGujarat HSC 12th Annual examination
Board AuthorityGujarat Secondary & Higher Secondary Education Board (GSEB)
Academic Year2024-25
ClassHSC/12th Class
GSEB HSC Time Table release date 2025October 2024
Exam centerAll across the Gujarat State
Website of Gujarat Boardgseb.org

Gseb Exam Time Table 2025 PDF Download