ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કોઈપણ એક શૈક્ષણિક વર્ષ દરમિયાન બે સત્રમાં પરીક્ષા લેવાતી હોય છે. આ વર્ષે પણ એટલે કે વર્ષ 2024 – 25 માટે પ્રથમ પરીક્ષા એટલે કે સત્રાંત પરીક્ષા કે અર્ધવાર્ષિક પરીક્ષા નો ઓફિસિયલ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.
અહીં આપને સત્રાંત પરીક્ષા 202425 માટેનું ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક આપવામાં આવ્યું છે. આ સમય પત્રક ના આધારે તમે જાણી શકો છો કે પરીક્ષા કઈ તારીખે શરૂ થવાની છે? સત્રાંત પરીક્ષા નો સમયગાળો શું છે? કયા ક્રમમાં એટલે કે વિષયમાં ક્યારેય પરીક્ષા છે? પરીક્ષાનો સમય કેટલો છે? અને ક્યારેય પરીક્ષા પૂરી થાય છે?
વર્ષ 2024 25 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17-10-2024 થી શરૂ થાય છે અને છેલ્લું પેપર 25 10 2024 ના રોજ પૂરું થાય છે. આમ કુલ આઠ દિવસમાં આ પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થાય છે. દરેક દિવસે ધોરણ 3 થી 5 અને ધોરણ છ થી આઠ માટે અલગ અલગ સમય છે. ધોરણ ત્રણ થી પાંચ માટે 11-00 થી 13-00 સુધીનો સમય અને ધોરણ 6 થી 8 માટે 14-00 થી 17-00 સુધીનો સમય છે. ધોરણ 3 થી 5 ની તમામ કસોટી 40 ગુણ સાથે આવશે ત્યારે ધોરણ છ થી આઠ ની તમામ કસોટી 80 ગુણ સાથે છે.
અગત્યનો ફેરફાર :
ચાલુ વર્ષ 2024 25 થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે તેનું મૂલ્યાંકન માળખું અન્ય વિષયની જેમ વાર્ષિક 200 ગુણનું રહેશે. જેના આધારે પત્રક A પત્રકC એટલે કે પરિણામ, પત્રક F – પ્રોસેસ કાર્ડ અને પત્રક E એટલે સંગૃહિત વિકાસ પત્રકમાં મૂલ્યાંકન માટે તેનો નો સમાવેશ કરવાનો રહેશે.
આપ અહીથી વર્ષ 2024 પછી માટે પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરી શકો છો.