આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે નિબંધ – જાણકારી

યોગ દિવસની ઉજવણી દર વર્ષે તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરવાની હોય છે. યોગાસન, કસરત દાવ અને અન્ય યોગ આધારિત પ્રવૃત્તિઓનુ કરવાની હોય છે. આ દિવસે કોઈ યોગ દિવસ પ્રવચન, સ્પીચ, ભાષણ કે નિબંધ લેખન કરાવવાનું થાય તો અહીં આપેલ નિબંધ બાળકો – શિક્ષકોને ઉપયોગી થશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે નિબંધ

યોગનો પરિચય

યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સાધના પ્રાપ્ત કરવાનો પ્રાચીન માર્ગ છે. મુખ્યત્વે ભારતમાં ઉદ્ભવેલ, ‘યોગ’ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક થવુ અથવા જોડવું.

યોગની શરૂઆત

યોગની વૈશ્વિક અપીલને માન્યતા આપીને, 11 ડિસેમ્બર 2014ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.

યોગની શરૂઆત આપણા વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. તેમણે 2015માં 21મી જૂને પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી હતી, ત્યારબાદ 15મી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થવા લાગી અને તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ફેરવાઈ ગયો. ત્યારથી, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

તારીખ 21મી જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ છે. ઉપરાંત, યોગના પરિપ્રેક્ષ્યમાં આ ઋતુ અને સમયગાળો પણ અતિ મહત્વનો છે.

આજના સમયમાં, આ વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ સ્વરૂપોમાં યોગની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને યોગ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યોગના અનેક ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. જો કે, યોગ એ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી તેનાથી પણ આગળની સાધના છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઇતિહાસ

યોગ એ સદીઓ જૂની પ્રથા છે જે લગભગ 5,000 વર્ષ પહેલાં ભારતમાં ઉદ્ભવી હતી. યોગએ મન, શરીર અને આત્માને એકબીજા સાથે જોડવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવતું . પશ્ચિમની સઁસ્કૃતિમાં પણ કસરતની પ્રવૃત્તિ તરીકે લોકપ્રિયતા મળી હતી. વિવિધ શારીરિક તકલીફો અને બીમારીઓ દૂર કરવાના ઉપચાર તરીકે પણ યોગ નો ઉપયોગ થતો.

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો વિચાર સૌપ્રથમ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ પ્રસ્તાવિત કર્યો હતો. તે તેમના યુએન જનરલ એસેમ્બલીના ભાષણ દરમિયાન જણાવ્યું હતું. જ્યાં ભારતના રાજદૂત, અશોક કુમાર મુખર્જીએ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નો ઠરાવ રજૂ કર્યો હતો.

યોગ શું છે?

યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે મળવું, જોડાવું અથવા એક થવું. યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે. લગભગ 5000 વર્ષ પહેલાથી લોકો યોગાભ્યાસ કરતા આવ્યા છે. યોગમાં મુખ્યત્વે શારીરિક તંદુરસ્તી સાથે યોગમાં, લોકો માનસિક ધ્યાન અને શ્વાસ લેવાની પદ્ધતિઓ દ્વારા તેમના શરીર અને મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

યોગના ફાયદા

યોગ એ એકમાત્ર પ્રક્રિયા છે જેમાં તમે કોઈપણ સાધન વિના કસરત કરી શકો છો. એટલું જ નહીં પરંતુ યોગમાં તમે કોઈપણ દવા વગર તમારા રોગોને દૂર કરી શકો છો.

યોગ દ્વારા તમે તમારા શરીરની તંદુરસ્તી વધારી શકો છો. શરીરમાં પીડા કે બીમારી હોય તો યોગ્ય યોગ દ્વારા રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિ દરરોજ 20 થી 30 મિનિટ યોગ કરે છે તો તેનું શરીર દિવસભર થાકતું નથી.

બાળકો માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. યોગ મનને શાંત કરવામાં પણ મદદરૂપ છે. યોગ કરવાથી એકાગ્રતા અને સકારાત્મક વિચારોમાં વધારો થાય છે.

યોગ કરવાથી મન શાંત રહે છે. માનસિક તણાવ અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ શરીરથી દૂર રહે છે.

યોગ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે, અને સાંધાનો દુખાવો થતો નથી. યોગ કરવાથી લોહીનો પ્રવાહ સારો રહે છે. તે શરીરના હૃદયના ધબકારા પણ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. એટલું જ નહીં, પરંતુ યોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

યોગને કારણે વજન પણ ખૂબ જ ઝડપથી અને સરળ રીતે ઘટે છે. યોગ વ્યક્તિને હંમેશા ખુશ રાખે છે. તેનાથી મનની શાંતિ વધે છે જેનાથી સારી ઊંઘ આવે છે.

નિષ્કર્ષ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર 21 જૂને વિશ્વભરમાં વિવિધ વિષયો, થીમ દ્વારા ઉજવવામાં આવે છે. તેનો હેતુ માનસિક સ્વાસ્થ્ય, મન, શરીર અને આત્માની શારીરિક તંદુરસ્તી પ્રદાન કરવાનો છે.

વિશ્વનો પ્રથમ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના વડા પ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો.

યોગનો ધ્યેય શું છે?

મહર્ષિ પતંજલીના મતે યોગ એ મનોવિજ્ઞાન પણ છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વના વિકાસમાંઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.

આસન કેટલા છે?

પદ્માસન, વજ્રાસન, સિદ્ધાસન, મત્સ્યાસન, વક્રાસન, અર્ઘ-મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન, પશ્ચિમોત્તનાસન, બ્રાહ્મ મુદ્રા, ઉષ્ટ્રાસન, ગોમુખાસન વગેરે વગેરે… 2. પીઠના બળે આસન: અર્ધહલાસન, હલાસન, સર્વાંગાસન, વિપરિતકર્ણી આસન, પવનમુક્તાસન, નૌકાસન, શવાસન વગેરે