શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાઓને જાગ્ર્ત, વિવિધ કૌશલ્યો ને ઉજાગર કરવા માટે શાળાઓમાં એક કાર્યક્રમ અમલ માં છે જેનું નામ છે. ” કલા ઉત્સવ” આ કાર્યક્રમનું આયોજન ગુજરાતની પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષ એટલે કે કાલા ઉત્સવ 2024 – 25 માટે પણ પરિપત્ર થઇ ગયેલ છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
અહીં આપને kala Utsav 2024-25 માટે જરૂરી માહિતી જેવી કે કલા ઉત્સવના વિષયો, વિભાગો, કલા ઉત્સવ કાર્યક્રમની તારીખો, વિજેતા માટે ઇનામ ની રકમની ફાળવણી, સ્પર્ધાના નિયમો, મૂલ્યાંકન ફોર્મેટ વગેરેની સચોટ જાણકારી આપવામાં આવી છે.
કલા ઉત્સવ કાર્યક્રમ નો ઉદેશ:
વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ર્ષ2024- 25માં જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
કલા ઉત્સવ થીમ :
વર્ષ2024- 25 માટે કલા ઉત્સવની થીમ “ગરવી ગુજરાત’ રાખેલ છે. જેમાં ગુજરાત રાજ્યને ધ્યાને રાખી સંસ્કૃતિ, કવિઓ, સ્થાપત્યો, ઐતિહાસિક વારસો, કુદરતી વારસો, સાહિત્ય, તહેવારો, મેળાઓ, હસ્તકલાઓ, વીરાંગનાઓ, ભાષાઓ, નૃત્ય વગેરેનો સમાવેશ કરી શકાશે.
કલા ઉત્સવ વિભાગો :
કલા ઉત્સવમાં કોણ ભાગ લઇ શકે ? તે માટે વિવિધ વિભાગો, ધોરણની ફાળવણી નીચે મુજબ છે. રાજ્યમાં આવેલ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કલા ઉત્સવમાં – ચિત્રકલા, બાળકવિ સંમેલન, સંગીત સંમેલન (ગાયન અને વાદન)નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે.
આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે
- પ્રાથમિક વિભાગ – ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે
- માધ્યમિક વિભાગ – ધોરણ – 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે
- ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ – ધોરણ – 11 થી 12ના વિદ્યાર્થીઓ માટે
વિવિધ કક્ષાએ kala Utsav 2024-25 કાર્યક્રમ:
શાળા કક્ષાની સ્પર્ધા :
સર્વ પ્રથમ શાળા કક્ષાએ કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી./ યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનીરહેશે
ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા :
ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી બીઆરસી-તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.
તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા :
તાલુકા કક્ષાએ ક્લસ્ટર /ક્યુ.ડી.સી.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનું રહેશે તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર.સી. કો.ઓ અને એસ.વી.એસ. કન્વીનર સાથે રહી કરશે.
જિલ્લા કક્ષાની સ્પર્ધા :
જિલ્લા કક્ષાએ બીઆરસી-તાલુકા કક્ષા(એસ.વી.એસ.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી ઝોન કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.
ઝોન કક્ષાની સ્પર્ધાઃ
ઝોન કક્ષાની સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.
રાજયકક્ષાની સ્પર્ધા:
રાજ્યકક્ષાએ ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજવાની રહેશે.
સામાન્ય સૂ ચનાઓઃ
- શાળા કક્ષાએથી લઈને સી.આર.સી/ક્યુ.ડી.સી. કક્ષાએ, બી.આર.સી./એસ.વી.એસ. કક્ષાએ, જિલ્લા કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક નિભાવવાનું રહેશેઅને અત્રે મોકલી આપવાનું રહેશે
- કોઇ પણ સ્પર્ધક એક સાથે બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં
- પ્રક્રિયા દરિમયાન સ્પર્ધા અને આયોજનના સુચારું સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે.
- ગત વર્ષે ઝોન માંથી જે તે સ્પર્ધામાં વિજેતા થઈને રાજ્ય કક્ષાએ આવેલ તમામ વિદ્યાર્થીઓ જે સ્પર્ધામાં વિજેતા થયેલ છે તે સ્પર્ધામાં આ વર્ષે ભાગ લઇ શકશે નહી.
Read More : Patrak a Excel File
Kala Utsav 2022 All Patrako In Excel
અહીં કલા ઉત્સવ 2024 – 25 માટે જરૂરી તમામ પત્રકો excel File રૂપે આપવામાં આવ્યા છે. જેમાં મૂલ્યાંકન પત્રકો, વાઉચર પત્રક, કલા ઉત્સવ અહેવાલ વગેરે આપવામાં આવ્યું છે. કલા ઉત્સવ પ્રમાણપત્ર ના નમુના
નોંધ : અહીં આપેલ તમામ પત્રકો માં આ વર્ષના પરિપત્રને આધારે સ્પર્ધા મુજબ મૂલ્યાંકન ગુણ , શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા ની વિગત વગેરે સુધારી ને ઉપયોગ કરવો.
કલા ઉત્સવ ૨૦૨૨ માટે જરૂરી પત્રકો
વિવિધ સ્પર્ધાઓમાં મળનાર ઈનામોની વિગતો:
આ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાથી લઇ, BRC કક્ષા ( તાલુકા કક્ષા ), જિલ્લા કક્ષા ને રાજ્ય કક્ષા સુધી 1 થી 3 નંબર પ્રાપ્ત કારના વિજેતા વિધાર્થીઓને ઇનામ આપવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે.
આ ઉપરાંત વિવિધ સ્પર્ધાના નિયમો, મૂલ્યાંકન માળખું, મૂલ્યાંકન શીટ, મૂલ્યાંકન સમિતિની રચના, તજજ્ઞોની પસંદગીના ધોરણો વગેરેની વિસ્તૃત જાણકારી માટે પરિપત્ર વાંચો.