જયારે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરુ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયમ ઘટાડો, અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો.
ત્યાર બાદ ના તમામ વર્ષે ગુજરાત સરકાર – શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના નવા સત્રની શરૂઆતે દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિયમિત કરવામાં આવે છે.
આ વર્ષ એટલે કે શાળા પ્રવેશોત્સવ 2024 માટે ની તારીખો જાહેર થઇ ગયી છે. આપની શાળામાં પણ આ કાર્યક્રમ હશે. કાર્યક્રમ માટેનું આયોજન, કાર્યક્રમની રૂપરેખા દર વર્ષે પરિપત્ર રૂપે મોકલવામાં આવે છે. વર્ષો વર્ષના પ્રવેશોત્સવ કાર્યક્રમની રૂપરેખામાં કેટલાક ફેરફાર જોવા મળે છે. આ વર્ષનો પરિપત્ર આવતા જ અહીં અપડેટ કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ 2024 રૂપરેખા – અહીં ક્લીક કરો.
શાળા પ્રવેશોત્સવ આયોજન
કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં સૌથી અગત્યનું કામ કે ભૂમિકા એંકરિંગ – સ્ટેજ સંચાલનની હોય છે. તેમાં તમારું પર્ફોમન્સ તમારા કોઈ પણ કાર્યક્રમને દીપાવે છે. શાળા પ્રવેશોત્સવ ( કન્યા કેળવણી મહોત્સવ ) કાર્યક્રમ માટે આપણે અહીં વિવિધ અંકરીંગ ફાઈલ આપવામાં આવી છે. તેમાં તમે તમારી શાળાના આધારે ફેરફાર કરી ઉપયોગમાં લઇ શકશો.
શાળા પ્રવેશોત્સવ સ્પીચ 1- અહીં ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવ અંકરીંગ – સંચાલન – અહીં ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંચાલન સ્ક્રિપ્ટ – અહીં ક્લિક કરો
Shala Praveshotsav Speech in Gujarati
આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન કોઈ સ્પીચ – નિબંધ કે ભાષણ વિધાર્થીઓ દ્વારા આપવાનું હોય તો તેના માટે વિવિધ સ્પીચ – નિબંધ માટેની ફાઈલ પણ અહીં આપવામાં આવી છે.
- કન્યા કેળવણી નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- જળ એજ જીવન નિબંધ
- વ્યસનથી મુક્તિ
- દીકરી વ્હાલ નો દરિયો
- સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ
- વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો
આ વર્ષે આયોજન માં કોઈ ફેરફાર હશે , વિષયો બદલાતા હશે તો અહીં અપડેટ કરવામાં આવશે.