Join Whatsapp Group

Patrak A Excel File And PDF all Subjects 2024

અહીં આપને Patrak A Excel File અને PDF ફાઈલ આપવામાં આવી છે. તેમાં Patrak A STD 6 to 8 અને Patrak A STD 3 to 5 માટે છે. તમામ ધોરણના તમામ વિષયો માટે અહીં auto ફાઈલ છે. સત્ર 1 ( SEM 1 ) અને સત્ર 2 ( SEM 2 ) બંને માટે પત્રક એ બનાવી શકાશે.

પત્રક A એ ધોરણ 3 થી 8 ના વિધાર્થીઓના સતત અને સર્વાંગી મૂલ્યાંકન માટે સૌથી અગત્યનું પત્રક છે. દરેક એકમ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ ને તેમાં દર્શાવવામાં આવે છે. દરેક એકમ અથવા અધ્યયન નિષ્પત્તિમાં ( હેતુઓ ) વિધાર્થી કેટલું શીખ્યો તેનું દસ્તાવેજીકરણ એટલે પત્રક A.

Patrak a Excel File

દરેક વિષય માટે પત્રક A માં આપ વધુમાં વધુ 20 અધ્યયન નિષ્પત્તિઓ હોય છે. ( અધ્યયન નિષ્પત્તિઓ એટલે કોઈ એકમમાંથી વિધાર્થીઓએ જે આઉટકમ મેળવવાનું છે તે. ) દરેક નિષ્પત્તિ માટે 2 ગુણ નિર્ધારિત કરેલ હોય છે. કુલ ગુણ 40 માંથી મૂલ્યાંકન કરવાનું હોય છે. ક્યારેક એવું પણ બને કે કોઈ વિષય માં 20 અધ્યયન નિષ્પત્તિ ના હોય. ( ઉદાહરણ તરીકે સંસ્કૃત ) તો તમારે 20 કરતા ઓછી અધ્યયન નિષ્પત્તિ લઇ શકો છો. ત્યારે તમારે એક અધ્યયન નિષ્પત્તિના 2 ને બદલે 40/અધ્યયન નિષ્પત્તિની સંખ્યા ના આધારે લેવાના હોય છે.

વિધાર્થીઓમાં અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઇ છે કે નહિ તે માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હોય છે. તે માટે તમે કરેલા પ્રયાસો, મૂલ્યાંકન માટે ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી વગેરે દસ્તાવેજ ફાઈલે રાખવાના હોય છે. આ બાબતને એક ઉદાહરણથી સમજીએ.

મહેશભાઈ નામના એક ગણિત શિક્ષક ધોરણ 3 માં વિધાર્થીઓને સંખ્યાજ્ઞાન શીખવે છે. અધ્યયન નિષ્પત્તિ છે : બાળકો 1 થી 1000 સુધીનું સંખ્યાજ્ઞાન જાણે છે. મહેશભાઈએ શીખવ્યા પછી મૂલ્યાંકન કર્યું. તેમને એક બ્લેક બોર્ડ માં પ્રશ્નપત્ર તૈયાર કર્યું. બાળકો એ નોટબુકમાં એ પ્રશ્નોના જવાબો લખ્યા. મહેશભાઈ એ તમામ બાળકોના જવાબો વાળા કાગળ લઇ લીધા. તપસ્યા. અને તેને આધારે પત્રક A માં નોંધ કરી. જવાબના કાગળોને ફાઈલ કર્યા.બ્લેક બોર્ડ માં પ્રશ્નપત્ર નો ફોટો લઇ લીધો.

પત્રક A માં અધ્યયન નિષ્પત્તિની એન્ટ્રી કઈ રીતે કરવાની હોય છે?

શિક્ષકો માં આ એક સળગતો પ્રશ્ન છે કે પત્રક A માં કઈ રીતે નોંધ રાખવી? તે માટે નીચે પ્રમાણે ની કેટલીક બાબતો ધય્ન માં રાખવી.

  • પત્રક A એ સતત મૂલ્યાંકન માટે છે, દરેક નિષ્પત્તિ ભણાવતી વખતે ભરવું.
  • માત્ર એક દિવસમાં બધી જ નિષ્પત્તિ ( હેતુઓ ) માટે ટીક માર્ક કરવાનું નથી.
  • જે વિધાર્થીએ પ્રથમ પ્રયાસે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી છે તે ને સાચું ની ટીક ( ✔ ) કરવી.
  • જે વિધાર્થીઓ પ્રથમ પ્રયત્ને સિદ્ધિ મેળવી શકે નહિ તે માટે પ્રશ્નાર્થ ની ટીક ( ? )
  • કરવી.
  • વારંવાર પ્રયાસ કરવા છતાં પણ બાળક અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ ના કરી શકે તે માટે ખોટું ની ટીક ( ✖ ) કરાવી.
  • દરેક અધ્યયન નિષ્પત્તિના માર્ક માટે 40/અધ્યયન નિષ્પત્તિ ની સંખ્યા વડે ભાગવા. ( જો 20 કરતા ઓછી નિષ્પત્તિ પસંદ કરી હોય તો જ. )
  • પત્રક A માં 40 માંથી મેળવેલ ગુણ ને પત્રક C ( પરિણામ પત્રક )મૂલ્યાંકનના કોલમ માં લખવા.
  • FLN Material in Gujarati PDF

Patrak-A Std 3 to 8 Excel Sheet 2024 – 25

અહીં આપેલા excel file Patrak A નવા પાઠ્યપુસ્તકો અને એકમો આધારિત છે. ઓટો પત્રક છે. માત્ર એક વાર શાળાની માહિતી અને વિધાર્થીઓની માહિતી એડ કરવાથી બધા જ વિષયના પત્રકો બનીને તૈયાર થઇ જશે.

SEM 1 and SEM 2 Patrak A Excel file Download

Patrak A STD 3 2024 Download
Patrak A STD 4 2024 Download
Patrak A STD 5 2024 Download
Patrak A STD 6 2024 Download
Patrak A STD 7 2024 Download
Patrak A STD 8 2024 Download

Patrak-A Std 3 to 8 PDF Sheet 2024 – 25

અહીં ધોરણ 3 થી 8 માટે તમામ વિષયોના સત્ર 1 અને સત્ર 2 માટેના પત્રક A ( રચનાત્મક મૂલ્યાંકન પત્રક ) આપેલા છે જે PDF File સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો. 45 વિધાર્થીઓ ની સંખ્યા માટે આ પત્રક છે.

Rachnatmak Mulyakan Patrak A STD 3Download
Rachnatmak Mulyakan Patrak A STD 4Download
Rachnatmak Mulyakan Patrak A STD 5Download
Rachnatmak Mulyakan Patrak A STD 6Download
Rachnatmak Mulyakan Patrak A STD 7Download
Rachnatmak Mulyakan Patrak A STD 8Download

Read Also : Adhyayan Nishpatti 2024-25 

અહીં આપેલ તમામ પત્રક માટે કોઈ ભૂલ હોય તો જણાવશો. કોઈ સુધારા વધારા માટે સૂચનો આવકાર્ય.