હાલ શિક્ષણ વિભાગ એટલે કે પ્રાથમિક શિક્ષકોની વિવિધ પ્રકારની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. સરકારશ્રી અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની વિવિધ પ્રકારની બદલીઓ માટે સમય અને તારીખો જાહેર કરી દીધેલ છે. તે મુજબ શરૂમાં વધઘટ કેમ પૂર્ણ થયેલ છે, ત્યારબાદ ઓનલાઇન જિલ્લા આંતરિક બદલીઓ ચાલી રહી છે, તેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયેલ છે અને બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગયેલ છે. ત્યાર બાદ જિલ્લા એકતરફી બદલી કેમ્પ પણ આવનાર છે.
બદલીઓની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે. તમને મળેલા સ્થળનો ઓર્ડર પણ ઓનલાઇન જનરેટ થઈ જાય છે. તેને આધારે શિક્ષકે બીજી કોઈ શાળામાં હાજર થવાનું રહે છે અને મૂળ શાળામાંથી છૂટા થવાનું છે. આ હાજર થવું અને છુટા થવું એ એક ઓફિશિયલ ઑફલાઇન પ્રક્રિયા છે અને તે માટે જરૂરી પ્રક્રિયાનું અનુસરણ કરવાનું હોય છે. તેમાં થયેલી ભૂલ તમને હાલ માં કે ભવિષ્યમાં નડતર રૂપ બની શકે છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે.
Read More : Patrak A Excel File And PDF
હાજર અને છુટા થવા માટે વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરીને પે સેન્ટર એટલે કે કેન્દ્રવર્તી શાળા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સુધી રજૂ કરવાના હોય છે. અહીં શિક્ષકોની સગવડતા માટે મૂળ શાળામાંથી છૂટા થવા અને બદલીની શાળામાં હાજર થવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. જે ડોક્યુમેન્ટની એક્સલ ફાઇલ, pdf ફાઈલ બંને આપ અહીંથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશો. ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું કે દરેક તાલુકા અને જિલ્લા માટે ક્યારેક અલગ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર હોય તો તમારા તાલુકા કે જિલ્લા હાજર – છુટા થવાની પ્રક્રિયા છે. દરમિયાન કઈ પ્રોસેસ છે અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તે પણ જાણી લેવું જરૂરી છે. તેમ છતાં અહીં આપેલા ડોક્યુમેન્ટ આપને જરૂર ઉપયોગી થશે.
હાજર – છુટા કર્યાના તમામ પ્રમાણપત્રો.( all in One Excel )
અહીં આપેલી એક્સલ ફાઇલ જેમાં હાજર અને છુટા કર્યાના તમામ પ્રમાણપત્રો આપેલા છે. આ ફાઇલને વિશેષતા એ છે કે પ્રથમ પેજ ઉપર આપેલ માહિતીને ભરશો તો તમામ પત્રકો આપમેળે આપને મળી જશે. એ વાતનું ધ્યાન રાખવું કે આ ફાઇલને હંમેશા કોમ્પ્યુટરમાં જ ખોલવાનો આગ્રહ રાખશે. મોબાઇલમાં ખોલવાથી તે ક્રેક થવાનો કે કેટલાક ઓપ્શન બંધ થઈ જવાનો પ્રશ્ન થાય શકે છે.
હાજર અને છુટા કર્યા રિપોર્ટ
અહીં આપેલ વર્ડ અને પીડીએફ ફાઈલમાં જિલ્લા આંતરિક બદલી પામેલ શિક્ષકને છૂટા કર્યા બાબત, હાજર કર્યા બાબત, શાળામાં મહેકમનું પ્રમાણપત્ર, આંતરિક બદલી છુટા થવા માટે સિનિયોરીટી ના નમુના આપવામાં આવ્યા છે.
ઉપરોક્ત વિવિધ પ્રમાણપત્રો અને રિપોર્ટમાં તમામ પ્રકારની માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમ છતાં કોઈ અન્ય પ્રમાણપત્ર ની જરૂર પડે કે અન્ય માહિતી સબમીટ કરવાની જરૂર પડે તો તે માટેના પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવશે. આપને જરૂરી એને પ્રમાણપત્રો માટે નંબરની કોન્ટેક્ટ કરીને જણાવી શકો છો.
Read More : શિક્ષક બદલી કેમ્પ 2024 અપડેટ