Join Whatsapp Group

Time Table Download STD 3 to 5 And STD 6 to 8 Gujarati Medium PDF – Excel

સમયપત્રક ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે અહીંથી PDF અને Excel ફાઈલ સ્વરૂપે.

GCERT દ્વારા નિયત કરવામાં આવેલ અભ્યાસક્રમ અંતર્ગત બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ 2 ( પ્રજ્ઞા ), ધોરણ 3 થી 5, ધોરણ 6 થી ૮ ના તમામ વિષયોના શૈક્ષણિક કલાકો નિયત કરવામાં આવ્યા છે અને જે તે વિષયનાં પાઠ્યપુસ્તકો પણ એ સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ અંતર્ગત દરેક વિષયનાં સમયપત્રક તૈયાર થયેલાં છે અને જે તે ધોરણ-વિષયની શિક્ષક તાલીમ દરમિયાન આ સમયપત્રકોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે. દરેક શૈક્ષણિક સત્રમાં દરેક અઠવાડિયામાં ઉપલબ્ધ ૪૫ તાસનું આયોજન પણ જે તે વિષય માટે ફાળવવામાં આવેલ સમય મુજબ કરવાનું છે. તા. ૨૪-૯-૧૮ ના પરિપત્રમાં ધોરણ 3 થી 5 ના બંને સત્રની તાસ ફાળવણી આપવામાં આવી છે. આવી તાસ ફાળવણીને અનુસરવાથી દરેક વિષયમાં સમાવિષ્ટ વિષયવસ્તુને યોગ્ય અને ન્યાયપૂર્ણ રીતે શીખવી શકાય છે.

Time Table Download STD 3 to 5 And STD 6 to 8

સમયપત્રક ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮

ધોરણ 3 થી 5 નું સમયપત્રક બનાવવા માટે GCERT નો પરિપત્ર –

પરિપત્ર ૧ : અહીં ક્લિક કરો. પરિપત્ર ૨ : અહીં ક્લિક કરો.

ધોરણ 3 માં પ્રથમ સત્રથી જ અંગ્રેજી વિષયના તાસનું આયોજન – લેટેસ્ટ પરિપત્ર 3/6/2023 – અહીં ક્લિક કરો.

ધોરણ 3 થી 5 ના ટાઈમ ટેબલ ને ઓનલાઈન શોધશો તો તમને ઘણી વેબસાઇટ પર સમયપત્રકના નમૂના મળી રહેશે. પણ એ બધા જ જુના હશે. ત્યાર બાદ વિષયોમાં, પાઠ્યપુસ્તકોના નામ માં પણ ફેરફાર થયેલ છે. તેની તમારે માટે પોતાની શાળાનું સમયપત્રક જાતે જ બનાવવું અનુકૂળ રહેશે.

અહીં કેટલાક time table ના નમૂના પણ આપ્યા છે, તેમાં સુધારા વધારા કરીને, પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકો છો.

અહી સમયપત્રકના અન્ય નમુના આપ્યા છે તેને આધારે આપ સમયપત્રક બનાવી શકશો. વિષયો બદલાયા છે. તેથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે સમયપત્રક અમે બનાવી રહ્યા. જે ટૂંક સમયમાં જ અપલોડ કરવામાં આવશે.

Time Table Download STD 3 to 5 And STD 6

જી.સી.ઈ.આર.ટી. ના પરિપત્ર મુજબના સમય પત્રકના નમુના