આમંત્રણ પત્રિકા – Shala Praveshotsav Amantran in Gujarati

શાળા પ્રવેશોત્સવ એ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો સંયુક્ત કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન, અને કન્યા કેળવણી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાંજ આ કાર્યક્રમ દરેક આંગણવાડી, પ્રાથમિક , માધ્યમિક શાળાઓમાં યોજવામાં આવે છે. સરકારનું લક્ષ્ય છે કે આ માત્ર સરકારી કાર્યક્રમ ના રહેતા જનભાગીદારી સાથે યોજાય. તે માટે ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવાના હોય છે.

 Shala Praveshotsav Amantran

શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા

અહીં આપણી શાળામાં યોજાયી રહેલ શાળા પ્રવેશોત્સવ 2024 અને કન્યા કેળવણી મહોત્સવ માટે આમંત્રણ પત્રિકાનું ફોર્મેટ pdf ફાઈલ સ્વરૂપે આપવામાં આવ્યું છે. અહીંથી download કરી પ્રિન્ટ કરી આપ ગ્રામજનોને આમંત્રણ પાઠવી શકશો.

સ્નેહી શ્રી/શ્રીમતી…………………………………………………………..

સવિનય જય ભારત સહ જણાવવાનું કે આપણી પ્રાથમિક શાળાના પટાંગણમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હોઈ આપશ્રીને શાળા પરિવાર વતી હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

સ્થળ : ………………………………પ્રાથમિક શાળા.

તારીખ :

સમય: ………………કલાકે.

લી.

આચાર્ય શ્રી તથા શાળા પરિવાર

Shala Praveshotsav Amantran in Gujarati pdf

શાળા પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા pdf 1- અહીંથી ડાઉનલોડ કરો.

shala praveshotsav invitation card in gujarati PDF 2 – Download

શાળા પ્રવેશોત્સવ માટે ઉપયોગી